ભારત અને બ્રિટન વચ્ચે મર્યાદિત ફ્લાઇટનો શુક્રવારે ફરી પ્રારંભ થયો હતો. બ્રિટન નવા પ્રકારના કોરોના વાઇરસને પગલે ભારત સરકારે 23 ડિસેમ્બરે બંને દેશો વચ્ચેની ફ્લાઇટ પર હંગામી પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટનમાંથી 246 મુસાફરો સાથેની એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ શુક્રવારે દિલ્હી આવી હતી.
કોરોનાના યુકે વેરિયન્ટથી ભારતમાં 82 લોકો સંક્રમિત હોવા છતાં ભારતે બુધવારે બંને દેશો વચ્ચે ફ્લાઇટ ફરી ચાલુ કરવાની મંજૂરી આપી હતી. સરકારના જણાવ્યા અનુસાર દર સપ્તાહે 30 ફ્લાઇટનું ઉડ્ડયન જશે. આ મર્યાદિત મંજૂરી 23 જાન્યુઆરી સુધીની છે. અગાઉ બંને દેશો વચ્ચે દર સપ્તાહે 60 ફ્લાઇટ ઓપરેટ થતી હતી. દિલ્હી એરપોર્ટે બ્રિટનથી આગમાન તથા બીજા શહેર માટેની કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે ઓછામાં ઓછા 10 કલાકનું અંતર રાખવાની મુસાફરોને સલાહ આપી છે.