બજાજ ઓટો વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન ટુ વ્હિલર કંપની બની હતી. પહેલી જાન્યુઆરીએ કંપનીનું માર્કેટકેપ રૂ.1 લાખ કરોડ વટાવી ગયા બાદ કંપનીએ આ સિદ્ધી હાંસલ કરી હતી.
બજાજ ઓટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીનું બજારમૂલ્ય દેશની બીજી ટુ વ્હિલર કંપનીઓ કરતાં ઘણું ઊંચું છે. એનાલિસ્ટ્સને ટાંકીને કંપનીએ જણાવ્યું હતું કે વિશ્વની કોઇપણ ટુ વ્હિલર કંપનીએ અત્યાર સુધી રૂ.1 લાખ કરોડનું બજારમૂલ્ય હાંસલ કર્યું નથી. બજાજ તેના 75 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આ સિમાચિહ્ન હાંસલ કર્યો છે.
કંપનીએ ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં 11 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યું હતું કે મોટરસાઇકલ કેટેગરી પર ફોકસ, અનોખી વ્યૂહરચના માટે પ્રતિબદ્ધતા, ટીપીએમની કાર્યપ્રણાલીને અને વૈશ્વિક મહત્ત્વકાંક્ષીને પગલે બજાજ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે.