ત્રણ વર્ષ પહેલા લેસ્ટર ફેશન યુકેની સ્થાપના કરી લેસ્ટર સિટી સેન્ટરમાં મહિલાઓના કપડા બનાવતા 62 વર્ષના સુરિંદર સિંઘ પર 6 વર્ષ સુધી કોઇ પણ કંપની ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્સોલ્વન્સી સર્વિસને જાણવા મળ્યું હતું કે તેઓ £98,000નો ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા.
લેસ્ટરના લી સર્કલ વિસ્તારના એલ્ડન રોડ સ્થિત બિઝનેસને જુલાઈ 2019માં લીક્વીડેશનમાં મોકલવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે લેડી ફેશનના હિસાબી રેકોર્ડ રાખવામાં સિંઘ નિષ્ફળ ગયા હતા અને તેણે નવેમ્બર 2017થી માર્ચ 2019ની વચ્ચે કંપનીમાંથી £180,000ની રોકડ રકમ ઉપાડી લીધી હતી. પણ તેઓ ઑફિશિયલ રીસીવરને આ ઉપાડ પાછળના કારણો વિશે સમજાવી શક્યા ન હતા.