મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી ડીલમાં પ્રેમિકાએ 1.50 કરોડ રૂપિયા ખર્ચીને પોતાનો પ્રેમ ખરીદ્યો હતો. આશ્ચર્યજનક એ છે કે આ ડીલ ફેમિલી કોર્ટ દ્વારા થઈ હતી. આ ડીલ મારફત પત્ની, પત્ની અને પ્રેમિકા એમ ત્રણેય ખુશ છે.
ભોપાલ ફેમિલી કોર્ટ દ્વારા થયેલી આ ડીલમાં પ્રેમિકાએ પોતાના પ્રેમીની પત્નીને એક ડુપ્લેક્સ ઘર અને 27 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને બદલામાં પત્ની પોતાના પતિને છોડવા માટે રાજી થઈ ગઈ કારણ કે આ પૈસાથી તે પોતાની દીકરીઓને આર્થિક સુરક્ષા આપી શકશે.
આ ઘટનાની માહિતી મુજબ ફેમિલી કોર્ટમાં એક 16 વર્ષની દીકરીએ ઘરમાં થતા રોજના ઝઘડા વિશે ફરિયાદ કરી હતી. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના પિતાનું ઓફિસમાં કામ કરતી મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. આ કારણે ઘરમાં માતા-પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે, જેની ખરાબ અસર તેની બહેન પર પણ પડી રહી છે, જે માત્ર 12 વર્ષની છે.
દીકરીએ જણાવ્યું કે પપ્પાની પ્રેમિકા તેમની સાથે ઘરમાં રહેવાની જીદ કરી રહી હતી, પરતિ માતા કોઈપણ સ્થિતિમાં તે મહિલાને પોતાના ઘરમાં રાખવા માટે તૈયાર નહોતી, જ્યારે પિતા તેને ઘરમાં રાખવાની વાત પર અડી ગયા હતા.