NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 16,375 કેસ નોંધાયા હતા, જે છ મહિનામાં દૈનિક ધોરણે સૌથી ઓછા નવા કેસ છે. બીજી તરફ નિષ્ણાતો માને છે કે ભારતમાં કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી વિકસી ચુકી છે.

આરોગ્ય મંત્રાલયના મંગળવાર સવાર આઠ વાગ્યા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાસમાં 16,375 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,03,56,844 થયા હતા. આ ઉપરાંત 201 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,49,850 થયા હતા. દેશમાં અત્યાર સુધી 99,75,958 લોકો કોરોનાથી રિકવર થયા છે અને તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 96.32 ટકા થયો હતો. કોરોનાનો મૃત્યુઆંક 1.45 ટકા રહ્યો હતો. દેશમાં સતત 15માં દિવસે કોરોનાના નવા કેસ ત્રણ લાખથી નીચા રહ્યા હતા. હાલમાં દેશમાં 2,31,036 એક્ટિવ કેસ છે.

નિષ્ણાતો માને છે કે કેટલાક વાઈરસ અમુક સમય પછી અસરકારક રહેતા નથી, કારણ કે ફેલાઈ ચૂક્યા પછી એ વાઈરસમાં માનવ શરીર સામે લડવાની ક્ષમતા રહેતી નથી. બીજા સંજોગોમાં મોટી સંખ્યામાં ફરી વળેલો વાઈરસ રોગપ્રતિકારક શક્તિ સામે નબળો સાબિત થાય. એ સંજોગોને હર્ડ ઈમ્યુનિટી કહે છે. ભારતમાં આ સ્થિતિ આવી ગઈ હોવાનું નિષ્ણાતો માને છે.

વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં કેસ ઘટી રહ્યા છે, તેનું એક કારણ હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિ છે. બીજું કારણ ભારતની યુવા વસ્તી પણ છે. ભારતના યુવાનોના શરીર કોરોના સામે મજબૂત સાબિત થયા છે. ભારતમાં કેસની સંખ્યા સતત ઘટી રહી છે.