બ્રિટનના જજે સોમવારે ચુકાદો આપ્યો હતો કે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેનું જાસૂસીના આરોપનો સામનો કરવા માટે અમેરિકામાં પ્રત્યાર્પણ કરી શકાય નહીં, કારણ કે તેઓ આત્મહત્યા કરે તેવું જોખમ છે.
ડિસ્ટ્રિક્ટ જજ વેનેસા બેરેઇટસરે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ માનસિક નુકસાનના કારણોસર દમનકારી છે અને હું તેમને આરોપમુક્ત કરવાનો આદેશ કરું છું.
જજે જણાવ્યું હતું કે અમેરિકામાં અટકાયત થશે તો અસાન્જેને કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી શક્યતા છે અને તેનાથી બહારના વિશ્વ સાથે તેમના ફિઝિકલ અને સોસિયલ સંપર્ક તૂટી જશે. ક્લિનિકલ ડિપ્રેશન અને આત્મહત્યાના સતત વિચારો ધરાવતી કોઇ વ્યક્તિ જેવું તેમનું ભાવિ બની જશે. મિસ્ટર અસાન્જે આત્મહત્યા કરશે તેવું જોખમ મને વાજબી લાગે છે. અસાન્જેને જામીન અરજી સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જામીન અરજી અંગે સોમવારે પછીથી સુનાવણી થશે.