સાઉદી અરબે મહિલાઓને તેમના માતાપિતા કે વાલીની મંજૂરી વગર નામમાં સત્તાવાર ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. મહિલાઓના સશક્તિકરણ અને તેમના પરના નિયંત્રણોમાં ઘટાડો કરવાની યોજનાના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સાઉદીના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ હવે સાઉદી અરબમાં કોઈ મહિલા અથવા પુરુષ નામ સહિત સંબંધિત મહત્વપૂર્ણ ડેટામાં ફેરફાર કરી શકશે. પહેલા ઘરના વાલીની પરવાનગી લીધા વિના ફક્ત પુરુષોને જ આ કરવાનો અધિકાર હતો. હવે આ અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો છે.
દેશમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે સાઉદી અરબએ તાજેતરના સમયમાં ઘણા ફેરફારો કર્યા છે. 2018માં પહેલી વાર દેશમાં મહિલાઓને વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પહેલી વાર સ્ત્રીઓને પુરૂષ વાલી વગર એકલા ફરવા દેવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાની મહિલાઓ પણ હવે પાસપોર્ટ માટે જાતે અરજી કરી શકે છે. અગાઉ તેના પર પણ પ્રતિબંધ હતો.