સાઉદી અરેબિયાએ પ્રવાસીઓ માટે તેની સરહદ ફરી ખોલવાનો અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવાની રવિવારે જાહેરાત કરી હતી. કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે સાઉદી અરેબિયાએ બે સપ્તાહ સુધી તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેના દ્વાર બંધ કર્યા હતા.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે કોરોનાના નવા સ્ટ્રેનના ફેલાવા સંબંધિત સાવચેતીના પગલાંને ઉઠાવી લેવાનો આદેશ આપ્યો છે. જોકે બ્રિટન, સાઉથ આફ્રિકા કે નવો સ્ટેરન જોવા મળ્યો છે તેવા દેશમાંથી આવતા પ્રવાસીઓએ નિયંત્રણોનું પાલન કરવું પડશે.
સાઉદી અરેબિયામાં કોરોનાના અત્યાર સુધી 363,000 કેસ નોંધાયા છે અને અત્યાર સુધી 6,200 લોકોના મોત થયા છે. રિયાધે 21 ડિસેમ્બરે હવાઇ, જમીન કે દરિયાઇ માર્ગે દેશમાં પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.