![INDIA-ENTERTAINMENT-CINEMA-BOLLYWOOD](https://www.garavigujarat.biz/wp-content/uploads/2020/12/Gauhar-Khan-696x465.jpg)
બોલિવૂડના અભિનેત્રી ગૌહર ખાને 25 ડિસેમ્બરે જૈદ દરબાર સાથે મુંબઈની એક હોટલમાં નિકાહ કર્યા હતા. નિકાહની થીમ વ્હાઈટ હતી. ગૌહર-જૈદ તથા મોટા ભાગના મહેમાનો વ્હાઈટ શૅડના આઉટફિટમાં જોવા મળ્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં મર્યાદિત સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નિકાહ દરમિયાન ‘કુબૂલ હૈ’ બોલતા સમયે ગૌહર એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. ગૌહરે વ્હાઈટ શરારા સૂટ પહેર્યો હતો, જ્યારે જૈદ વ્હાઈટ બંધગળા શેરવાનીમાં જોવા મળ્યો હતો. ગૌહર ખાને શરારાની સાથે ગ્રીન ચોકર તથા રાણી હાર પહેર્યો હતો અને સાથે ટીકો પણ હતો.
કોરોનાને કારણે ગૌહર અને ઝૈદના નિકાહમાં માત્ર પરિવારના નિકટના સભ્યો તથા મિત્રો હાજર રહ્યાં હતાં. ગૌહર ખાન અભિનેત્રી અને મોડલ છે. જ્યારે ઝૈદ ઈસ્માઈલ દરબારનો પુત્ર છે. તે એક્ટર, ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. ઝૈદ ગૌહર કરતાં 11 વર્ષ નાનો છે. ગૌહરના મેરેજ સેલિબ્રેશનની શરૂઆત ૨૨ ડિસેમ્બરથી થઇ હતી. સોશિયલ મીડિયામાં તેમની મહેદી, મ્યુઝીક અને હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)