બ્રિટન કોવિડ-19 રસી ઉપર £3.7 બિલીયનનો ખર્ચ કરવા સંમત થયું છે અને જો રસી બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિરુદ્ધ કોઇ કારણસર દાવો કરવામાં આવશે તો મોટાભાગના કિસ્સાઓમાં સરકાર તે જવાબદારી ઉઠાવશે એમ નેશનલ ઓડિટ ઑફિસે (એનએઓ) બુધવારે જણાવ્યું હતું.
સરકારે સાત જુદી જુદી કંપનીઓ પાસેથી 357 મિલિયન ડોઝ માટે સપ્લાય ડીલ પર સંમતિ આપી છે, પરંતુ કરારના ખર્ચ વિશે વિગતવાર ચર્ચા થઈ નથી.
બિઝનેસ મિનીસ્ટ્રીએ ફાઇઝર / બાયોએનટેક રસી સહિત પાંચ ઉત્પાદકો સાથે હસ્તાક્ષર કર્યા બાદ તેનો અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા, ફ્રાન્સની વાલ્નેવા, નોવાવેક્સ અને મોડર્ના સામેલ છે. બ્રિટને સનોફી / ગ્લેક્સોસ્મિથક્લાઇન તેમજ જ્હોન્સન એન્ડ જ્હોન્સન સાથે કરાર કરાયો છે.
સરકારે કેટલીક રસીના વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ રોકાણ કર્યું છે. એનએઓએ જણાવ્યું હતું કે, રસીને કોઈપણ નિયમનકારી મંજૂરી પહેલાં, બિઝનેસ મિનીસ્ટ્રીએ તેના દ્વારા કરાયેલા પાંચ કરારો પર 914 મિલિયન પાઉન્ડની સ્પષ્ટ ચુકવણી કરવાની સંમતિ આપી હતી. જો રસી નિયમનકારની મંજૂરી મેળવવામાં નિષ્ફળ જાય તો સંપૂર્ણ રિફંડની જોગવાઈ છે.
એનએઓએ નોંધ્યું હતું કે સરકારે રસીઓને સુરક્ષિત રાખવા “ઝડપથી અને અસરકારક રીતે” કામ કર્યું હતું, જ્યારે બ્રિટન ગયા અઠવાડિયે ફાઇઝરની રસી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.
સરકાર રસી ખરીદવા અને આપવા પાછળ કુલ £11.7 બિલીયન પાઉન્ડ ખર્ચ કરનાર છે.