મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ શરૂ થયો છે. 15 બેઠકો માટે 178 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 21 ડિસેમ્બરે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થવાની હતી, પરંતુ હાઈકોર્ટે જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ઉમેદવારોની યાદી જાહેર ન કરવાનો આદેશ કર્યો હતો.
વિસનગર પ્રાન્ત કચેરીમાં દૂધ સાગર ડેરીની ચુંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રો સંદર્ભે વાંધાઓના નિકાલ તેમજ ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. આ અંગે હાઈકોર્ટનો બીજો હુકમ થાય ત્યારબાદ જ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું ચુંટણી અધિકારી અને પ્રાન્ત ઓફીસરે જણાવ્યું હતું.
દૂધ સાગર ડેરીની 15 બેઠકો માટે કુલ 178 ફોર્મ ભરાયા છે. બન્ને હરીફ જૂથો દ્વારા ચુંટણી પ્રચારનું કાર્ય શરૂ કરી દેવાયો છે. આ ચૂંટણી 5 જાન્યુઆરીએ મતદાન થવાનું છે. જોકે હવે હાઈકોર્ટે ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર ન કરવાનો આદેશ કરતા કોર્ટના બીજા હુકમની રાહ જોવી પડશે.