અભિનેત્રી રાની મુખર્જીને માધુરી ખૂબ પ્રિય છે અને તેનું કહેવું છે કે રાની હંમેશાં માધુરીને ફોલો કરતી આવી છે. એટલું જ નહીં રાની મુખર્જી જે પણ કંઈ કેમેરાની સામે કરે છે એમાં માધુરી દીક્ષિતનો મોટો હાથ છે અને તેના કામની પ્રેરણા પણ માધુરી જ છે. રાની મુખર્જીએ એક શોમાં કહ્યું હતું કે-માધુરી હંમેશાં તેનો ક્રેઝ રહી છે.
એટલું જ નહીં જ્યારે પણ રાની ઘરમાં કોઈ ભૂલ કરતી અથવા એનાથી કંઈ મિસ થઈ જતું ત્યારે તેની માતા માધુરીનું નામ લઈને ખીજાતી કે તું માધુરી જેવી નહીં બની શકે. એકવાર રાની મુખર્જી અને માધુરી કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં જોવા મળી હતી. ત્યાં માધુરીએ રાની મુખર્જીની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારબાદ રાનીએ એ પણ વાત કરી હતી કે તે માધુરીને કેટલો પ્રેમ કરે છે અને કેટલી ફોલો કરે છે.
આ દરમિયાન રાનીએ કહ્યું હતું કે- ‘મારા માટે ગર્વની વાત છે કે માધુરી મને પસંદ કરે છે. પરંતુ માધુરી એક જ એવી છે કે જે મારી આદર્શ રહી છે. તેને જોઈને કે મેં કેમેરા સામે કામ કરવા માટે મારી જાતને તૈયાર કરી છે. તે મને હંમેશા પ્રેરણા આપે છે. રાનીએ આગળ કહ્યું-‘ મારો આખો પરિવાર, મમ્મી પાપા બધા જ માધુરીને ખૂબ જ ચાહે છે. ઉલ્ટાનું જ્યારે હું કંઇક મિસ કરું અથવા કંઈક ખોટું કરું ત્યારે મને મારી મા સંભળાવે કે ‘તું માધુરીની નાની આંગળી પણ નથી અને પછી બધા હસવા લાગે છે.