કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે સોમવારે નિધન થયું હતું. ખરાબ તબિયતના કારણે મોતીલાલ વોરાને દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલનમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને ઉત્તરદેશના રાજ્યપાલના હોદ્દા પર રહી ચુક્યા છે. મોતીલાલ વોરા ગાંધી પરિવારના ઘણા નજીકના માણસ હતા. તેમણે ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસમાં કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી હતી.
મોતીલાલ વોરાને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમને કોરોના વાયરસનો ચેપ પણ લાગ્યો હતો. તે સમયે તેમની સારવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કરાઈ હતી. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા અને તેમને રજા પણ આપવામાં આવી હતી. મોતીલાલ વોરાના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજનીતિમાં આવ્યા પહેલા મોતીલાલ વોરા એક પત્રકાર હતા. મોતીલાલ વોરા કેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહી ચુક્યા છે.