ભારતના ટેલિકોમ પ્રધાન રવિ શંકર પ્રસાદે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતે આગામી 5 વર્ષમાં ભારતમાં એક બિલિયન મોબાઈલ ફોન, પાંચ કરોડ ટેલીવિઝન સેટ અને પાંચ કરોડ આઈટી ઈક્વીપમેન્ટ (લેપટોપ અને ટેબલેટ)ના ઉત્પાદનની યોજના બનાવી છે.
ભારતીય ઉદ્યોગ મહામંડળ (CII)ના એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં પ્રસાદે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ભારત એક બિલિયન મોબાઈલ ફોન, પાંચ કરોડ ટીવી સેટ અને પાંચ કરોડ આઈટી હાર્ડવેર ઈક્વીપમેન્ટ જેવા કે લેપટોપ અને ટેબલેટનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દેશે. આ આગામી પાંચ વર્ષ માટે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું અમારુ લક્ષ્ય છે.
તેમણે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં દેશની ડિજિટલ ઇકોનોમી 1,000 બિલિયન ડોલરે પહોંચી જશે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) અનુસાર સાનુકૂળ નીતિ મારફત ભારત પોતાના લેપટોપ અને ટેબલેટ બનાવવાની ક્ષમતાને 2025 સુધી 100 બિલિયન ડોલરે પહોંચાડી શકે છે. ઈવાઈ અને આઈસીઈઓના એક જોઈન્ટ રિપોર્ટ પ્રમાણે, લેપટોપ અને ટેબલેટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાથી ગ્લોબલ માર્કેટમાં ભારતમાં હિસ્સો 26 ટકા સુધી પહોંચી શકે છે જે અત્યારે 1 ટકા છે.