ટોચના અભિનેતા આમિર ખાનનો પુત્ર ઝુનેદ હવે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તે છેલ્લા ત્રણ વરસથી થિયેટર સાથે જોડાયેલો હતો. કહેવાય છે કે, તે યશરાજ ફિલ્મસ પ્રોડકશન સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. તેમજ તેની ઓપોઝિટ લીડ રોલમાં અર્જુન રેડીની અભિનેત્રી શાલિની પાંડે જોવા મળશે. શાલિનીએ પોતાનું બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ જયેશભાઇ જોરદારથી કર્યું હતું. જેમાં તેની સાથે લીડ રોલમાં રણવીર સિંહ જોવા મળ્યો હતો. તે હવે ઝુનેદ ખાન સાથે આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા કરવાના છે. મળેલી વાતને સાચી માનીએ તો. શાલિની પાંડેએ યશરાજ ફિલ્મસ સાથે એક સાથે ત્રણ ફિલ્મોના કરાર કર્યા છે. જોકે એક વાત એવી પણ છે કે, ઝુનૈદ પોતાનું ડેબ્યુ યશરાજ ફિલ્મસ સાથે કરવાનો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઝુનૈદની ટીમે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઝુનેદની પ્રથમ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મની વાર્તા પ્રણય ત્રિકોણ અથવા તો ઐતિહાસિક ડ્રામામાંથી એક હશે. આ ફિલ્મમાં શાલિની ઉપરાંત શરવરી વાઘ પણ કામ કરી રહી છે.