ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ દિવસ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા તથા 9 અને 10 ડિસેમ્બરે તેઓએ રોડ શો અને રેલીઓ કરી હતી. 60 વર્ષીય નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતે સંક્રમિત થયાની જાણકારી આપી છે. તેઓના આગળના તમામ કાર્યક્રમોને પણ રદ કરી દેવાયા છે.
નડ્ડાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે.