વિશ્વભરમાં કોરોનાનો આતંક છવાયેલો છે. આ દરમિયાન બોલિવૂડના પ્રસિદ્ધ નિર્દેશક રામગોપાલ વર્મા એક નવી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘કોરોના વાયરસ’ લઇને આવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. રામગોપાલે આ ફિલ્મમાં કોરોના વાયરસનો ડર રિયલ લાઇફમાં કેવો છે, તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલર આવતાં જ સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાય આવે છે કે આ એક પરિવારની કહાણી છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારી વચ્ચે એક પરિવાર પહેલાં તો બહુ ખુશ હતો, પરંતુ પરિવારના એક સભ્યને કોરોના થઇ જાય છે. જે બાદ ઘરનું વાતાવરણ બિલકુલ બદલાઇ જાય છે. ઘરનો દરેક સભ્ય ડરેલો જણાય છે. ઘરમાં કોઇ વ્યક્તિને કોરોના થઇ જાય તો ઘરની સ્થિતિ કેવી થઇ જાય છે, તે વસ્તુ રામગોપાલ વર્માએ પોતાની ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
રામગોપાલ વર્માની ફિલ્મ કોરોના વાયરસ આવતાં સપ્તાહે ૧૧ ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.