ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી ટી-20માં સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે ટી-20માં ભારત તરફથી સૌથી વધારે વિકેટના બુમરાહના રેકોર્ડની બરોબરી કરી છે.
ચહલે સિડનીમાં બીજી ટી-20માં ચાર ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ ઝડપી. એ સાથે તેણે ટી-20માં 59 વિકેટ ઝડપી છે. બુમરાહે 50 મેચમાં 59 વિકેટ લીધી છે, તેની સામે 44 મેચમાં આ સફળતા મેળવી છે. ટી-20માં તેનો શ્રેષ્ઠ દેખાવ 25 રનમાં 6 વિકેટનો છે. ટી-20માં સૌથી વધારે વિકેટનો રેકોર્ડ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે. તેણે 84 મેચમાં 107 વિકેટ લીધી છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે 98 અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે 92 વિકેટ છે.