પ્રીતિ પટેલે વિન્ડરશ કાંડનો ભોગ બનેલા લોકો દ્વારા અપમાનજનક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
હોમ ઑફિસને લખેલા પત્રમાં, અગ્રણી વિન્ડરશ ઝુંબેશકારો અને સહાયક સંગઠનોએ જણાવ્યું હતું કે હોમ સેક્રેટરીની ટિપ્પણી “ખોટી રીતે ધારી લેવાયેલી અને ખરાબ માહિતગાર” છે. તેમના પર રાજકીય મુદ્દાઓ લગાડવાનો પ્રયાસ કરવા માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
પટેલે ઘણા દોષિત ગુનેગારોને જમૈકા દેશનિકાલ કરવા માટેની ફ્લાઇટ રદ કરવાની હાકલ કરનાર 80થી વધુ શ્યામ અગ્રણીઓ વિષે એક અખબારમાં ઇન્ટરવ્યુ આપી પ્રહાર કર્યા હતા. જેને પગલે શ્યામ નેતાઓએ આ પ્રતિક્રિયા આપી હતી. તે કવરેજમાં દેશનિકાલ માટે લક્ષિત લોકો વતી તેમના વકીલોએ કરેલી ટીકા અંગે હોમ ઑફિસ સ્રોતોના અવતરણો શામેલ હતા.
કેમ્પેઇનરને ભય છે કે યુકેમાં રહેવાનો અધિકાર ધરાવતા લોકોને ગેરકાયદેસર રીતે હટાવવામાં આવશે. તા. 2ને બુધવારે સવારે, હોમ ઑફિસે 13 માણસોને જમૈકા દેશનિકાલ કર્યા હતા. પરંતુ સરકારે કેટલાક આધુનિક ગુલામીનો ભોગ બન્યા હોઈ શકે છે તેમ સ્વીકાર્યા બાદ 23 અન્ય લોકોને છુટકારો મળ્યો હતો.
પ્રીતિ પટેલ સામે વિરોધ કરતો પત્ર લખનારામાં હસ્તાક્ષરોમાં નતાલી બાર્ન્સનો સમાવેશ થાય છે, જેમની માતા પૌલેટ વિલ્સનને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને દેશનિકાલની ધમકી આપવામાં આવી હતી. તેમજ એન્થની બ્રાયન, જેને પાંચ અઠવાડિયાથી ખોટી રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા જેઓ 50થી વધુ વર્ષોથી વતન ગયા ન હોવા છતાં તેમને જમૈકાની ફ્લાઇટમાં મુકવામાં આવ્યો હતો. બ્રાયને કહ્યું હતું કે “તમે યોગ્ય કાર્ય કરવા માટે હોમ ઑફિસ પર વિશ્વાસ કરી શકતા નથી. અમને પ્રચારમાં ભાગ લેવા સૌની જરૂર છે.”
આ પત્ર પર વિન્ડ્રશ પીડિત ગ્લેન્ડા સીઝર, ઇવાલ્ડો રોમિયો, માઇકલ બ્રેથવેટ તેમજ બિશપ ડેસમંડ જડ્ડો અને અન્ય પ્રચારકો દ્વારા પણ સહી કરવામાં આવી હતી.