કોરોનાવાયરસ રસી આપવા માટે પસંદ કરવામાં આવેલા 50 વેક્સીન સેન્ટરમાં લેસ્ટરશાયરની હોસ્પિટલોનો સમાવેશ કરાયો ન હોવાથી લોકોમાં ઉશ્કેરાટ જણાઇ રહ્યો છે. આ અઠવાડિયે લેસ્ટર પાર્ટનરશીપ એનએચએસ ટ્રસ્ટને સૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે છોડી દેવાશે તેવું લાગે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે 50 હોસ્પિટલ ટ્રસ્ટ પહેલેથી જ સેટ થઈ ચૂક્યા છે અને તેઓ રસી મેળવવાની રાહ જોશે. જો કે હવે આ યાદી ઘટાડીને 50ની કરી દેવામાં આવી છે અને લેસ્ટર આ યાદીમાં નથી.
અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત આ અઠવાડિયાથી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ જેબને પ્રથમ પ્રાપ્ત કરનાર લોકો 80 વર્ષ અને તેથી વધુ વયના લોકો, કેર હોમ વર્કર્સ અને વધુ જોખમ ધરાવતા એનએચએસ સ્ટાફના લોકો હશે.