જોઇન્ટ કમીટી ઓન વેસક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (જેસીવીઆઈ) દ્વારા જેની સંમતિ અપાઇ હતી તે અગ્રતા યાદીમાં કેર હોમના રહેવાસીઓ અને કર્મચારીઓ ટોચ પર છે, પરંતુ તેમ છતાં, બની શકે છે કે “ઓપરેશનલ કારણોસર” તેઓને પ્રથમ રસી કદાચ ન પણ મળે.
જેસીવીઆઈના ડેપ્યુટી ચેરમેન પ્રોફેસર એન્થોની હાર્ડેને શુક્રવારે તા. 4ના રોજ બીબીસીને જણાવ્યું હતું કે તેમની કમીટી રસીની ડિલિવરી પર “નજીકથી દેખરેખ રાખે છે” અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હજુ પણ કેર હોમના રહેવાસીઓને “અગ્રતા આપવાની” અપેક્ષા રાખે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે ‘’સરકાર કેર હોમના રહેવાસીઓને જલ્દીથી રસી અપાય તેની ખાતરી કરવા માટે “નોંધપાત્ર પડકારો” પર કાબૂ મેળવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.