ગુજરાતમાં સોમવાર સાંજ સુધીના છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસોના આંકડો 1,400 કરતા પણ નીચે આવ્યો ગયો હતો અને તેની સામે 1,500થી વધારે દર્દીઓએ કોરોના વાઈરસને મહાત આપી હતી.
સરકારે સોમવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1380 નવા કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,095 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 2,01,580 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
સોમવારે સમગ્ર ગુજરાતમાં કુલ 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેનાથી સમગ્ર ગુજરાતમાં કુલ 83,10,558 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. સોમવારે નોંધાયેલા 1380 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 189, અમદાવાદ જિલ્લામાં 17, સુરત શહેરમાં 191, સુરત જિલ્લામાં 31, વડોદરા શહેરમાં 135, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,412 દર્દીઓ સ્ટેબલ છે