અમેરિકામાં ગુરુવારે કોરોના વાઇરસના 210,000થી વધુ કેસ નોંધાયા હતા, જે કોરોના મહામારીના ફેલાવા બાદ અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 2,907 લોકોના મોત પણ થયા હતા, એમ જ્હોન હોપકિન્સે યુનિવર્સિટીએ જણાવ્યું હતું.
અમેરિકામાં છેલ્લા એક મહિનાથી રોજ સરેરાશ એક લાખ કરતાં વધુ નવા કેસ આવી રહ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી રોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યો છે.
અમેરિકામાં 1 નવેમ્બરના રોજ 24 કલાકમાં 2669, 2 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 2833 અને 3 નવેમ્બરના રોજ 2,907 મૃત્યુઆંક નોંધાયો હતો.કોરોના વાઈરસ વર્લ્ડ મીટર દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે, અત્યારસુધીમાં અમેરિકામાં મૃતક આંક 2.82 લાખનો થઈ ગયો છે. કોરોના મહામારી બાદ ન્યૂયોર્કમાં 35 હજાર કરતાં વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ન્યૂ-જર્સીમાં 17 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. કેલિફોર્નિયામાં અત્યારસુધીમાં કોવિડને કારણે 19 હજારથી વધુ અને ટેક્સાસમાં 22 હજારથી વધારે લોકોનાં મોત થયાં છે.