દિવાળીના ઉત્સવો બાદ ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં 26 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી વધુ 1,560 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી રેકોર્ડબ્રેક રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 16 દર્દીના મોત થયા હતા. આની સામે કોરોનામાંથી 1,388 દર્દી રિકવર થયા હતા. જોકે રિકવરી રેટ 90.93 ટકાથી ઘટીને 90.90 ટકા થયો હતો.
અમદાવાદ કોર્પોરેશનની વિસ્તારમાં એક દિવસમાં 325 કેસ સાથે 10 લોકોના મોત થયા હતા. તેનાથી છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં 34 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં કોવિડ-19 કુલ કેસોની સંખ્યા વધીને 205116એ પહોંચી હતી. રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3938 થયો હતો.
સરકારે શુક્રવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં સુરત કોર્પોરેશન 238, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 95, સુરત 61, બનાસકાંઠા 51, પાટણ 49, રાજકોટ 44, મહેસાણા 43, વડોદરા 40, આણંદ 37, ગાંધીનગર 35, જામનગર કોર્પોરેશન 35, ખેડા 35, ભરૂચ 32, પંચમહાલ 32, ગાંધીનગર કોર્પોરેશન 31, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 27, ભાવનગર કોર્પોરેશન 25, અમરેલી 23, સાબરકાંઠા 23, દાહોદ 19, મહીસાગર 18, મોરબી 16, ગીર સોમનાથ 15, કચ્છ 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 12, જુનાગઢ 11, બોટાદ 9, જામનગર 8, નવસારી 8, વલસાડ 6, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 4, છોટા ઉદેપુર 4, ડાંગ 3, પોરબંદર 2, ભાવનગર 1, તાપી 1 કેસ સામે હતા.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર વાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે.