(PTI23-08-2020_000042B)

કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને સાથે સાથે કોરોનાવાયરસનો ચેપ લાગવાનો દર એટલે કે વાયરસનો આર રેટ સતત બીજા અઠવાડિયે ઘટી ગયો છે. રીપ્રોડક્શન રેટ તરીકે ઓળખાતો આર રેટ યુકેના દરેક ક્ષેત્રમાં 1.0 અથવા તેથી નીચો હોઈ શકે છે.

તા. 23ને સોમવારના રોજ પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ કોરોનાવાયરસના નવા દર્દીઓની સંખ્યા 15,450 નોંધાઇ હતી જે ગયા સપ્તાહની સરખામણીએ 5,913 જેટલી ઓછી હતી. મરણ પામેલા લોકોની સંખ્યા 206 નોંધાઇ હતી. જ્યારે યુકેમાં મરણ પામેલા લોકોની કુલ સંખ્યા 55,230 પર પહોંચી છે. હાલમાં ઇંગ્લેન્ડમાં રોજના 13,329 કેસ, સ્કોટલેન્ડમાં 949 કેસ, વેલ્સમાં 892 કેસ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં રોજના 280 કેસ નોંધાયા હતા.

શુક્રવાર તા. 20ના કોરોનાવાયરસના આંકડા મુજબ ગયા શુક્રવારની સરખામણીએ કેસોની સંખ્યા 26% નીચે છે પરંતુ તે જ સમયગાળા દરમિયાન મૃત્યુની સંખ્યામાં 36%નો વધારો થયો છે. બ્રિટને શુક્રવાર તા. 20ના રોજ બીજા 20,252 કોરોનાવાયરસ પોઝીટીવ દર્દીઓની પુષ્ટિ કરી છે અને 511 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગત સપ્તાહે આ વખતે 376 લોકો મરણ પામ્યા હતા.

SAGEએ જણાવ્યું હતું કે વાયરસનો આર રેટ સતત બીજા અઠવાડિયે ઘટી ગયો છે અને યુકેના દરેક ક્ષેત્રમાં તે 1.0 અથવા તેથી નીચો હોઈ શકે છે. સમગ્ર દેશનો આર રેટ અંદાજ 1.0 અને 1.1 ની વચ્ચે છે, જે બીજો તરંગ શરૂ થયા પહેલા, સપ્ટેમ્બરની શરૂઆત પછીનો સૌથી નીચો આંકડો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તા. 20ના ડેટા મુજબ દૈનિક ચેપ 47,7૦૦થી ઘટીને, 38,9૦૦ જેટલો થયો છે. 8 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન ચેપમાં 18 ટકાનો ઘટાડો થયો છે.

પ્રોફેસર લોકડાઉન તરીકે ઓળખાતા પ્રો. નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી હતી કે મોટાભાગના કોવિડ પ્રતિબંધો તા. 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય શટડાઉન સમાપ્ત થયા પછી પણ રહેવા જોઈએ નહિં તો ચેપ ‘રિબાઉન્ડ’ કરશે. નોર્ધન આયર્લેન્ડ ખોલાયાના થોડા જ દિવસો પછી ફરીથી લોકડાઉનમાં જઇ રહ્યું છે.  જેમાં અન્ય બિન-જરૂરી દુકાનો, હેર સલુન્સ અને કાફેને આગામી શુક્રવારથી બીજા બે અઠવાડિયા સુધી બંધ કરવાની ફરજ પડી છે.

ચાન્સેલર ઋષિ સુનકને ટ્રેડ યુનિયન સાથેની લડતનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેઓ જાહેર ક્ષેત્રના નર્સો અને ડોકટરો સિવાયના પાંચ મિલિયન કામદારોના પગારનો વધારો નહિં કરવાનો મત ધરાવે છે. ઑક્સફર્ડના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 એન્ટિબોડીઝવાળા લોકો ઓછામાં ઓછા છ મહિના સુધી રિઇફેક્શન સામે સુરક્ષિત છે.