દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ભારતની એવિયેશન રેગ્યુલેટર DGCAએ શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ પરના પ્રતિબંધને ગુરુવારે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો હતો. જોકે ઇન્ટરનેશનલ ઓલ-કાર્ગો ફ્લાઇટ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) મંજૂરી આપેલી ખાસ ફ્લાઇટને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.
વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર પૂરો થતો બંધ હતો, પરંતુ હવે તેને લંબાાવવામાં આવ્યો છે. ભારતે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ મુકેલો છે
મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી દ્વીપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત અમુક ખાસ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલુ રાખવામાં આવી છે. ભારતે અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. દેશમાં ડોમેસ્ટેકિ ફ્લાઈટ અંદાજે 2 મહિના સુધી બંધ રહ્યા પછી 25 મેથી ફરી શરૂ કરવામાં આવી છે.