ભારતમાં મંગળવારે સવાર સુધીમાં કોરોનાના નવા 37,975 કેસ સાથે કુલ સંખ્યા 92 લાખની નજીક પહોંચી હતી, જ્યારે રિકવરી થયેલા લોકોની સંખ્યા વધીને 86 લાખને પાર કરી ગઈ હતી. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 121 વ્યક્તિના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારના સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 91,77,840 થયા હતા, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 480 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને આશરે 1.34 લાખ થયો હતો. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 121 વ્યક્તિના મોત થયા હતા.
દેશમાં સતત 14માં દિવસે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખથી ઓછી રહી હતી. હાલમાં એક્ટિવ કેસ 4,38,667 છે, જે કુલ કેસના 4.78 ટકા છે. દેશમાં કોરોનામુક્ત બનેલા વ્યક્તિની સંખ્યા 86,04,955 થઈ છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 93.76 ટકા રહ્યો છે. કોરોનાનો મૃત્યુદર 1.46 ટકા છે. ICMRના ડેટા અનુસાર મંગળવાર સુધીમાં દેશમાં કુલ 13.36 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા હતા. સોમવારે 10,99,545 લોકોના ટેસ્ટ થયા હતા.