અમેરિકામાં આ વર્ષે રહોડ્સ સ્કોલર્સ તરીકે ચાર ઇન્ડિયન અમેરિકન સહિત 32 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. કોરોનાના મહામારીને કારણે આ વર્ષે પ્રથમ વખત વર્ચ્યુઅલ પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ્સ મળશે.
ચાર ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીમાં સ્વાતી આર શ્રીનિવાસન, વિજયસુંદરમ્ રામાસામી, ગરિમા પી દેસાઈ અને સવર્ની સંકાનો સમાવેશ થાય છે. રહોડ્સ ટ્રસ્ટના અમેરિકન સેક્રેટરી ઇલિયટ ગેર્સને રવિવારે અમેરિકાના રહોડ્સ સ્કોલર્સના નામ જાહેર કર્યા હતા.
આ તેજસ્વી યુવા અમેરિકન્સ સોસિયલ, બાયોલોજિકલ અને ફિઝિકલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ માટે આગામી વર્ષે ઓક્ટોબરમાં ઓક્સફોર્ડ જશે.
ઓહાયાના સ્વાતી આર શ્રીનિવાસન હાર્વર્ડ કોલેજમાં સિનિયર છે. તેઓ સોસિયલ સ્ટડી અને હિસ્ટરી ઓફ સાયન્સનો અભ્યાસ કરે છે તથા જાહેર આરોગ્યમાં અસમાનતા પર ફોકસ ધરાવે છે. શ્રીનિવાસન કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માટે થેસિસ તૈયાર કરી રહ્યાં છે. શ્રીનિવાસન જિનિવામાં HIV/AIDS અંગેના યુએન જોઇન્ટ પ્રોગ્રામમાં ઇન્ટર્ન હતા. રહોડ્સ ટ્રસ્ટની યાદી મુજબ શ્રીનિવાસન ઓક્સફોર્ડમાં ઇન્ટરનેશનલ હેલ્થ અને ટ્રોપિકલ મેડિસિનમાં M.Sc તથા કમ્પેરેટિવ સોસિયલ પોલિસીમાં M.Sc કરવા માગે છે.
રામાસામી કેન્સાસના છે અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થ સ્ટડીમાં 2018માં ગ્રેજ્યુએટ થયા હતા. ગ્રેજ્યુએશન પછી તેમણે બાલ્ટીમોર સિટી હેલ્થ ડિપોર્ટમેન્ટમાં એક વર્ષ સુધી સ્પેશ્યલ ઓસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ હાલમાં કેન્સાસના ગવર્નર લૌરા કેલીની ઓફિસમાં પોલિસી એન્ડ બજેટ એડવાઇઝર તરીકે કામ કરે છે અને તેમના માથ કોવિડ-19 રિ-ઓપરનિંગ પ્લાનની જવાબદારી છે. રામાસામી યુનિવર્સિટી હિન્દુ સ્ટુડન્ટ્સ કાઉન્સિલના કો-પ્રેસિડન્ટ પણ છે. તેઓ ઓક્સફોર્ડમાં કંમ્પેરેટિવ સોસિયલ પોલિસીમાં M.Sc અને પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ થવા માગે છે.
કેલિફોર્નિયાના ગરીમા પી દેસાઇ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી મે 2020માં ગ્રેજ્યુએટ થયેલા છે. તેમના મુખ્ય વિષય એન્વાર્યમેન્ટ સ્ટડીઝ અને ઇકોનોમિક્સ હતા. હાલમાં ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં ટ્રાન્સપોર્ટેશન પ્લાનર તરીકે કાર્યરત છે. ગરીમા ઓક્સફોર્ડમાં ઇકોનોમિક્સ ફોર ડેવલપમેન્ટમાં M.Sc તથા એન્વાર્યમેન્ટલ ચેન્જ એન્ડ મેનેજમેન્ટમાં M.Sc થવા માગે છે.
નોર્થ કેરોલિનના સવર્ની સંકા વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાં સિનિયર છે અને તેમના મુખ્ય વિષય પોલિક્સ એન્ડ ઇન્ટરનેશનલ એફેર્સ છે. તેઓ હિન્દુ સ્ટુડન્ટ એસોસિયેશન અને સ્ટુડન્ટ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ રેફ્યુજી સહિત ઘણા વિદ્યાાર્થી સંગઠનના નેતા છે. તેમણે સ્પેન, મોરેક્કો અને નિકારગુઆમાં સ્વયંસેવી તરીકે કાર્ય કર્યું છે. ઓક્સફોર્ડમાં તેઓ રેફ્યુજીી એન્ડ ફોર્સ્ડ માઇગ્રેશન સ્ટુડીમાં M.Sc અને પબ્લિક પોલિસીમાં માસ્ટર થવા માગે છે.
રહોડ્સ સ્કોલરશિપ્સમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં અભ્યાસ માટે બે કે ત્રણ વર્ષનો તમામ ખર્ચ આપવામાં આવે છે. સેસિલ રહોડ્સના વસિયનામાને પગલે 1902માં આ સ્કોલરશિપ્સ ચાલુ કરવામાં આવી હતી. બે તબક્કાની પ્રોસેસ મારફત વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે 2,300 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.