ભારતમાં એક દિવસમાં નવા 45,209 કેસ સાથે કોરોના વાઇરસના કેસની સંખ્યા 90.95 લાખ થઈ છે. શનિવારે કોરોના વાઇરસના આશરે 46,232 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં 501 વ્યક્તિના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને આશરે 1.33 લાખ થયો હતો.
હાલમાં દેશણાં આશરે 4.4 લાખ એક્ટિવ કેસ છે અને દેશણાં આશરે 85 લાખ દર્દી કોરોનાથી રિકવર થયા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 10,75,326 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા વધીને આશરે 13.16 કરોડ થઈ છે. દેશમાં હાલમાં પોઝિટિવિટી રેટ 4.2 ટકા છે, જ્યારે રિકવરી રેટ 93.68 ટકા થયો છે. છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 111, મહારાષ્ટ્રમાં 62, પશ્વિમ બંગાળામાં 53, કેરળમાં 25, હરિયાણમાં 25, ઉત્તરપ્રદેશમા 24, પંજાબમાં 23 છત્તીસગઢમાં 22 અને કર્ણાટકમાં 20 લોકોના મોત થયા હતા.