માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કે ૨૦મી જાન્યુઆરીથી અમેરિકાના પ્રેસિડન્ટને લગતા તમામ સત્તાવાર એકાઉન્ટ્સનો પાસવર્ડ જો બિડેનને આપી દેવાશે. @POTUS એકાઉન્ટ અમેરિકાના પ્રેસિડન્ટનું સત્તાવાર એકાઉન્ટ છે.
ટ્વીટર એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પ સત્તાનું સુકાન ૨૦મી જાન્યુઆરી પહેલાં જો બિડેનને નહીં આપે તો પણ કંપની અમેરિકન પ્રેસિડન્ટને લગતાં બધા જ એકાઉન્ટ્સ બિડેનને સોંપી દેશે.કંપનીએ ઉમેર્યું હતું કે બિડેન-કમલા હેરિસનની સત્તા પરિવર્તન અંગેની ટીમ સાથે ટ્વીટરના પ્રતિનિધિઓની ટૂંક સમયમાં મુલાકાત કરશે. તે બેઠકમાં સત્તાવાર ટ્વીટરના એકાઉન્ટ સરકાર કેવી રીતે ચલાવશે તે અંગે વાતચીત થશે. POTUS અને FLOUS અમેરિકન પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડીના સત્તાવાર એકાઉન્ટ છે.