મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી દાખલ કરીને માગણી કરી છે કે સહારા ગ્રુપના વડા સુબ્રાત રોયને 8.4 અબજ ડોલર જમા કરવાનો આદેશ આપવામાં આવે અથવા તેમના પેરોલ રદ કરવામાં આવે.
સહારા ગ્રુપ તરફથી રોકાણકારોના આ નાણાં પરત કરવાના બાકી છે અને રોકાણકારોના નાણા પરત કરવાની જવાબદારી સેબીને આપવામાં આવેલી છે. SEBIએ કહ્યું કે જો સુબ્રતા રોય પૈસા જમા નહીં કરાવી શકે તો તેમની ધરપકડ કરવામાં આવશે.
કોર્ટે વર્ષ 2012 અને 2015માં આદેશ આપ્યો હતો કે સહારા ગ્રુપે રોકાણકારોના નાણાં 15 ટકા વ્યાજ સાથે SEBI સમક્ષ ભંડોળ જમા કરાવવા પડશે. SEBI એ કહ્યું છે કે 8 વર્ષ બાદ પણ આ ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી.
ગ્રુપનો રોકાણકારોના હજારો કરોડ રૂપિયાને લઈ SEBI સાથે વિવાદ ચાલી રહ્યો છે. સહારા ગ્રુપે આ નાણાં બોન્ડ સ્કીમ મારફતે એકત્રિત કર્યા હતા. બાદમાં આ સ્કીમ્સ ગેરકાયદેસર ઠરાવવામાં આવી હતી. આ કેસમાં સુબ્રતા રોયનુ કહેવું છે કે કંઈ પણ ખોટું થયુ નથી. કોર્ટના અનાદર કેસમાં વર્ષ 2014માં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2016થી તેઓ જામીન પર જેલમાંથી બહાર આવેલા છે.