વિવિધ ગુજરાતી સંગઠનોના સંયુક્ત ઉપક્રમે ઝૂમ પર દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. 14 નવેમ્બર 2020ના રોજ કરવામાં આવી હતી. ભારતના હાઇ કમિશ્નરના પ્રતિનિધિ આર્થિક, પ્રેસ અને માહિતીના પ્રથમ સચિવ શ્રી રોહિત વઢવાણા તેમજ બિઝનેસ અને લંડન મિનીસ્ટર શ્રી પૉલ સ્ક્લીએ પ્રસંગીક પ્રવચન કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે યુએસએથી દેવાંગ ઠાકર અને સ્નેહલ દેશમુખ જોડાયા હતા અને સુંદર ગીતો રજૂ કરાયા હતા.
સરે યુનિવર્સિટીના હિન્દુ ચેપ્લિન મીતા જોશીએ બધાને શુભેચ્છા પાઠવી હતી અને ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દિવાળીની અગાઉના વર્ષની ઉજવણીનો નૃત્યનો વીડિયો શેર કર્યો હતો.
મુખ્ય આયોજકો છ ગામ નાગરિક મંડળ યુકે અને NAPSનાં પ્રમુખ પ્રવિણભાઇ અમીન, ધર્મજ સોસાયટી લંડનના પ્રમુખ મુકુંદભાઇ પટેલ, ભાદરણ બંધુ સમાજના પ્રમુખ બિમલ પટેલ, કરમસદ સમાજ યુકેના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, નડિયાદ નાગરિક મંડલ યુકેના અજીત દેસાઇ, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ સમિતિના મહેન્દ્રસિંહ જાડેજા, સોજીત્રા સમાજના ઉપપ્રમુખ કાલાબેન, NAPS અને વસો નાગરીક મંડલ યુ.કેના ટ્રસ્ટી બાબુભાઇ એ પટેલ, બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન અને એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના અનિતા રૂપારેલીયા અને ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શરદભાઇ પરીખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નીલમબેન પટેલે ગીત અને એક ગારબો રજૂ કર્યો હતો. જોડાયેલા લોકોએ 3 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમનો પૂર્ણ આનંદ માણ્યો હતો.