ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થનારા ભાજપના તમામ આઠ ધારાસભ્યોએ ગુરુવારે વિધિવત રીતે 12:39 વાગ્યે વિજય મુર્હુર્તમાં શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારોહ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યોએ હાજરી આપી હતી.
નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોમાં જે.વી. કાકડિયા, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ, આત્મારામ પરમાર, પ્રદ્યુમનસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કરીને પોતાનું કાર્યભર સંભાળ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માથું ઉચક્યું છે. સાથે સાથે આ મહામારીની ઝપેટમાં રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે મર્યાદિત સભ્યોની હાજરીમાં શપથ વિધિ યોજાઇ હતી. કોરોના વાયરસની મહામારીને અંતર્ગત ગાઈડલાઈનનો સખ્તાઈપૂર્વક પણ પાલન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોના દસ સમર્થકોને હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી છે.