તાપી જિલ્લાના ગામના ખેડૂતોએ બ્લેક રાઈસનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ ચાલુ કર્યો છે. ગુણકારી ગણાતા કાળા ચોખાની ખેતી કરી રહેલ ખેડૂતોની સરકાર સમક્ષ વેચાણ માટે યોગ્ય માર્કેટની વ્યવસ્થા કરવાની માગણી કરી છે. ભારતમાં સૌ પ્રથમ આસામ અને મણિપુર જેવા રાજ્યોમાં બ્લેક રાઇસની ખેતી શરૂ થઇ હતી. વિશ્વમાં બ્લેક રાઇસનું સૌથી વધુ ઉત્પાદનમાં ચીનમાં થાય છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના ડાંગરની ખેતી કરે છે. તાપી જિલ્લામાં મહુવા ગામના ખેડૂતે 1 વિઘા જમીનમાં બ્લેક રાઈસનું બિયારણ છત્તીસગઢથી લાવી રોપણ કર્યું હતું અને તેમાં સારી સફળતા મળી છે. આ બ્લેક રાઈસનો પાક અન્ય ડાંગર કરતા ઓછો આવે છે પણ આ બ્લેક રાઈસ બજારમાં 400 રૂપિયે કિલો છૂટક વહેંચાય છે. જેને પગલે ખેડૂતને સારી એવી આવક મળી રહે છે તો બીજી તરફ ગંભીર બીમારી ઓ જેવીકે કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ માટે લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે. બ્લેક રાઈસમાં વિટામીન ડી, કેલ્શિયમ અને ફાયબરની પ્રમાણ ભરપૂર હોવાનું માનવામાં આવે છે.