ભારત બાયોટેકની કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાના પરીક્ષણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. કંપનીએ કોરોના વેક્સિન વિકસાવવા માટે ICMR સાથે ભાગીદારી કરી છે.
ગયા મહિને કંપનીએ કહ્યું હતું કે તેને પહેલા અને બીજા સ્ટેજનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને તે 26,000 લોકો પર ત્રીજા સ્ટેજના ટેસ્ટિંગની તૈયારી શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે કંપનીએ 2 ઓક્ટોબરના રોજ ભારતીય ઔષધ મહાનિયંત્રક પાસેથી રસીના ત્રીજા સ્ટેજના ટેસ્ટિંગ માટે મંજુરી માગી હતી. જ્યારે, કંપની કોરોના સંક્રમણ માટે એક નવી વેક્સિન પર પણ કામ કરી રહી છે. એક નાક વાટે ડ્રોપના રૂપમા આપવામા આવશે. આ વેક્સિન આગામી વર્ષ દરમ્યાન તૈયાર થઈ જશે.
અગાઉ અમેરિકાની કંપની મોડર્નાએ દાવો કર્યો હતો કે તેની કોરોના વેક્સિન 94.5% અસરકારક સાબિત થઇ છે. લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતના ડેટાને આધારે કંપનીએ આ દાવો કર્યો છે. એક અઠવાડિયાની અંદર વેક્સિનના સફળતાપૂર્વકના ટ્રાયલનો દાવો કરનાર મોડર્ના અમેરિકાની બીજી કંપની છે.
આ પહેલા ફાઇઝર કંપનીએ દાવો કર્યો હતો કે તેમની વેક્સિન 90% અસરકારક સાબિત થઇ છે. બંન્નેની વેક્સિનની સફળતાનો જે દાવો કરવામા આવી રહ્યો છે, જે તેમની આશા કરતા વધારે છે. જો કે નિષ્ણાંતો વેક્સિનના 50થી 60% સુધી સફળ થવાની આશા રાખે છે.