બિહાર વિધાનસભાની ચૂંટણીની જીતની ઉજવણી માટે બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે , બિહાર તો સૌથી ખાસ છે. બિહારની જનતાએ NDAમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્રની જીત થઈ છે. આત્મનિર્ભર બિહાર માટે પ્રેમ મળે છે. નીતિશ કુમારના નેતૃત્વમાં સંકલ્પ સિદ્ધ કરશે. બિહારના વિકાસમાં કોઈ કસર નહી છોડીશું. કોંગ્રેસ અને બીજા પારિવારિક પક્ષો પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે વંશવાદ લોકશાહી સામેનો સૌથી મોટો ખતરો છે. લોકશાહી અને વંશવાદ સાથે-સાથે રહી શકે નહીં.
દિલ્હામાં ઉજવણી સમારંભમાં ભાજપ કાર્યાલયમાં સેંકડો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી સામેલ થયા છે.
નરેન્દ્ર મોદીએ મંચ પર આવી અને ત્રણ વખત ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભાજપના વિજય બદલ જનતાનો આભાર માનતા વડાપ્રધાને જણાવ્યું હતું કે હું આ મહાન દેશના મહાન લોકોનો આભાર માનું છું. આ આભાર કારણ કે, આપણે બધાએ લોકશાહીનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો. કેટલીક બાબતો આપણે દેશમાં ભૂલી ગયા છીએ. તમે જાણતા હશો કે પહેલાં જ્યારે ચૂંટણીઓ યોજવામાં આવતી હતી ત્યારે મતદાનના આગલે દિવસે બુથ પર લૂંટ અને ફરીથી મતદાનની હેડલાઇન્સ આવતી હતી. પરંતુ આજે સમાચાર આવે છે કે, મતદાન વધ્યું છે, પુરુષોના મત વધ્યા છે.
આ પહેલા બિહારમાં એવા અહેવાલ આવતા હતા કે આટલા લોકોનાં મોત નીપજ્યાં છે. પણ હવે નહિ. લોકોને ડર હતો કે કોરોનાને કારણે મતદાન ઓછું થશે. કોરોનાના આ કટોકટીમાં ચૂંટણીઓ યોજવી સહેલી નહોતી, પણ આપણી લોકશાહી પદ્ધતિઓ એટલી મજબૂત અને પારદર્શક છે કે, ચૂંટણીઓ યોજીને ભારતની શક્તિનો વિશ્વને પણ અહેસાસ કરાવ્યો છે.
કાર્યકરોને સંબોધતા મોદીએ કહ્યું કે, ગઈકાલે આવેલા પરિણામોએ સાબિત કરી દીધું કે, જો તમે કામ કરશો તો લોકોના તમને ભરપુર આશીર્વાદ મળશે. તમે તમારી જાતને સમર્પિત કરશો, જો તમે ચોવીસ કલાક દેશના વિકાસ વિશે વિચારશો, તો તમને પરિણામ મળશે. દેશની પ્રજા તમારી મહેનત પર નજર રાખી રહી છે. તમારી તપસ્યા જોઈ રહી છે.
વડા પ્રધાન મોદીએ સફળ ચૂંટણી માટે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાનો આભાર માન્યો. તેમણે કહ્યું, હું દરેક કાર્યકર અને તેમના પરિવારના સભ્યોને અભિનંદન આપું છું. આ ચૂંટણી પરિણામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની કાર્યક્ષમતા અને અસરકારક વ્યૂહરચનાનું પરિણામ છે.