કોરોનાવાયરસની કપરી મહામારીના સમયમાં વિવિધ રીતે અંકુશ લાદવામાં આવેલા છે ત્યારે સુરતના જાણીતા ઉત્સાહી કળાકાર શ્રીમતી કૃતિકાબેન શાહ તથા તેમની સંસ્થા ‘તાલ ગૃપ’એ તકનીકી માધ્યમ દ્વારા સોશ્યલ મીડીઆ પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ રાસ-ગરબાનુ આયોજન કરી સમાજને કઈક નવુ જ પીરસવાનો પ્રયત્ન કર્યો હતો.
તાલ ગૃપે નવી રીતિ-પ્રીતી સાથેના ગરબા કરી માં અંબાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને તાલ ગૃપના ફાઉન્ડર અને ડિરેક્ટર કૃતિકાબેન તથા તમામ કળાકારોએ સરકાર તથા સુરત મહાનગરપાલીકા દ્રારા સુચવેલી તમામ ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કર્યુ હતું. આ વર્ચ્યુઅલ ગરબા માટેની જરૂરી કોરીઓગ્રાફી પણ વીડીઓ કોલના માધ્યમથી કરવામાં આવી હતી. CIOFF Indiaના પ્રમુખ શ્રી પવન કપુરે તાલ ગૃપના આ પ્રયાસને વધાવી લીધો હતો. તા ૧૯ના રોજ નવરાત્રીના પ્રથમ નોરતે તાલ ગૃપે સાંજે ૬ કલાકે યુટયુબ અને ફેસબુક પર વર્ચ્યુઅલ ગરબાનું જીવંત પ્રસારણ શરૂ કરતા સૌ કોઇ તેમાં ઘરેથી જોડાયા હતા. તાલગૃપને CIOFF India, સુરત મહાનગરપાલીકા અને સરકારનું માર્ગદર્શન મળ્યું હતું.