સાઉદી અરેબિયાનું સોવરિન ફંડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસમાં 1.3 અબજ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ મારફત સોવરિન ફંડ 2.04 ટકા હિસ્સો ખરીદશે. ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી કન્ઝ્યુમર બિઝનેસમાં તેમની સ્થિતિને મજબૂત કરવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.
મીડિયા નિવેદનમાં જણાવ્યા અનુસાર પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ મુકેશ અંબાણીના રિટેલ બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 2.04 ટકા હિસ્સો ખરીદશે. રિલાયન્સે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રિટેલ સેક્ટરમાં ભારતનો સમાવેશ થાય છે અને તે કુલ જીડીપીમાં આશરે 10 ટકા હિસ્સો આપે છે. આ સેક્ટરમાં વૃદ્ધિની સારી તક છે. આ ટ્રાન્ઝેક્શનમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 4.58 લાખ કરોડ આંકવામાં આવ્યું છે.