પ્રિયંકા રાધાક્રિષ્નને સોમવારે ન્યુઝિલેન્ડના ભારતીય મૂળના પ્રથમ પ્રધાન બનીને ઇતિહાસ રચ્યો હતો. વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેમની એક્ઝિક્યુટિવમાં પાંચ નવા પ્રધાનોનો ઉમેરો કર્યો છે. કેરળના અર્નાકુલમના મૂળ વતની પ્રિયંકાને ત્રણ મહત્ત્વના પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે, જેમાં કમ્યુનિટી એન્ડ વોલંટરી સેક્ટરી, ડાઇવર્સિટી, ઇન્ક્ઝુશન એન્ડ ઇથનિક કમ્યુનિટીનો સમાવેશ થાય છે.
તેઓ સોસિયલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટના એસોસિયેટ પ્રધાન પણ છે. 41 વર્ષીય પિયંકા સપ્ટેમ્બર 2017માં લેબર પાર્ટી તરફ સંસદના સભ્ય બન્યાં હતા. પ્રિયંકાનો જન્મ ચેન્નાઈમાં થયો છે, જ્યારે ઉછેર અને ભણતર સિંગાપુરમાં થયું છે. તેમના દાદી કોચીમાં એક મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ પણ હતા. તેઓ તેમના પતિની સાથે ઓકલેન્ડમાં રહે છે. વડાપ્રધાન નવા પ્રધાનોની જાહેરાત કરતા કહ્યું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, ગ્રાઉન્ડ લેવલનો અનુભવ રાખનાર લોકોને સામેલ કરવાને લઈને ઉત્સાહિત છું.