ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) એ ભારતીય શેરબજારમાં ઓક્ટોબર મહિનામાં 22,033 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અર્થતંત્રમાં ફરી આર્થિક ગતિવિધિઓ અને કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો કારણે વિદેશી રોકાણપ્રવાહમાં વધારો થયો છે.
સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 3419 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી હતી. ડિપોઝિટરી પાસેથી ઉપલબ્ધ આકંડાઓ અનુસાર 1લી ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતના ઇક્વિટી માર્કેટમાં 19,541 કરોડ રૂપિયા અને ડેટ માર્કેટમાં 2,492 કરોડ રૂપિયાનું ચોખ્ખું નવી મૂડીરોકાણ કર્યુ છે. આવી રીતે ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારો ભારતીય મૂડીબજારમાં ક 22,033 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યુ છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અર્થતંત્રમાં રિકવરી, વ્યાવસાયિક ગતિવિધિઓ ફરીથી શરૂ થવી અને અપેક્ષા કરતા વધારે સારા કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોનો રસ જાળવી રાખવામાં મદદ કરી છે.