વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદી ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. અહીં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે.
વડાપ્રધાન જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમર્ગ વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રેશન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેકટનો સમાવેશ થાય છે.