રવિવારે રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવતાં જ ચેન્નઇ સુપર કિંગ્સ આ સ્પર્ધાની પ્લે ઓફ્સ સુધી પહોંચી શકી નથી. જો કે, શુક્રવારે (23મી) જ તે મુંબઇ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે હારી ગઈ ત્યારે તેની શકયતાઓ તો પુરી થઈ ગઈ હતી.
રવિવારે જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેન્નાઈ 8 વિકેટે જીતી ગયા પછી 7મા સ્થાને આવતાં થોડી આશા બચી હતી, પણ રાત્રે રાજસ્થાનના વિજય સાથે ચેન્નઇની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ધોનીની ટીમ 12 મેચમાંથી 8માં હારી ગઈ છે. ચેન્નઇની ટીમ અત્યારસુધી દરેક વખતે આઇપીએલમાં પ્લે ઓફમાં તો પહોંચી જ હતી. 13 વર્ષના આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર પ્લે ઓફની રેસમાંથી ચેન્નાઈ બહાર નિકળી ગઈ છે. રવિવાર (25મી) સુધીની સ્થિતિ મુજબ સનરાઈઝર્સ હૈદ્રાબાદ છેક સાતમા ક્રમે હોવા છતાં તેનો નેટ રનરેટ પોઝિટિવ છે, જ્યારે કે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમ્સના નેટ રનરેટ નેગેટિવ છે.
પ્રથમ બે સ્થાન માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે જ સ્પર્ધા રહેશે, એમાં કોઈ ફેરફારની શકયતા ઓછી છે, તો હૈદ્રાબાદ રાજસ્થાન પણ કપરા ચઢાણ લાગે છે, કારણ કે તેનો નેટ રનરેટ નેગેટિવમાં પણ ઘણો વધારે છે.