ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી મોટા સોદામાં બેંગ્લોર સ્થિત RMZ કોર્પે આશરે બે અબજ ડોલરમાં કેનેડાની એસેટ મેનેજર કંપની બ્રુકફિલ્ડને તેનો 12.5 મિલિયન સ્કેર ફુટનો રિયલ એસ્ટોટ પોર્ટફોલિયો અને કો-વર્કિંગ બિઝનેસ વેચ્યો છે.
એશિયામાં બ્રુકફિલ્ડની આ સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ હોવાનું માનવામાં આવે છે. RMZ ગ્રુપે જણાવ્યું હતું કે આ સોદામાંથી મળનારી રકમથી તે દેવામુક્ત થઇ જશે. RMZ એક પ્રાઇવેટ રિયલ એસ્ટેટ કંપની છે અને તેના મલિક રાજ અને મનોજ મેંદા છે.
RMZએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભારતની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સોદો છે. આ ડીલને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ 29 સપ્ટેમ્બરના રોજ મંજૂરી આપી દીધી છે. RMZ ગ્રૂપનાા પોર્ટફોલિયોમાં કુલ 67 મિલિયન વર્ગફૂટ સ્પેસ છે, જેમાંથી 18 ટકા બ્રુકફિલ્ડને વેચવામાં આવી છે. આ સોદાથી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્રુકફિલ્ડને ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવામાં મદદ મળશે.