ભારતમાં 5G નેટવર્ક ઊભું કરવાનો ખર્ચ ૧.૩ લાખ કરોડથી લઈને ૨.૩ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂરી પડે તેવો અંદાજ છે, એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે
અહેવાલમાં દાવો થયો હતો કે ભારતમાં 5G નેટવર્ક ખૂબ જ ખર્ચાળ હશે. ભારતમાં ઊભા થનારા 5G નેટવર્ક પાછળ અંદાજે સવા બે લાખ કરોડ રૃપિયા ખર્ચાશે. અહેવાલ પ્રમાણે પાટનગર દિલ્હીમાં ૮,૭૦૦ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. મુંબઈમાં 5G નેટવર્કનું સેટઅપ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચને આંબી જશે.
ટેલિકોમ રીપોર્ટમાં દાવો થયો હતો કે ભારતમાં 5G નેટવર્ક માટે ઓછામાં ઓછા ૧.૩ લાખ કરોડ અને વધુમાં વધુ ૨.૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 5G નેટવર્ક માટે ત્રણ પ્રકારનું રોકાણ કરવું પડશે,. સ્પેક્ટ્રમ, સાઈટ્સ અને ફાઈબર – આ ત્રણ રીતે રોકાણ કરવાનું હોવાથી કુલ ખર્ચ વધી જશે.