કોરોના મહામારીને પગલે વિશ્વના મોટા ભાગના દેશોના અર્થતંત્રોમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ચીન ઝડપથી આર્થિક રિકવરી હાંસલ કરવામાં સફળ થયું છે. ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ચીનના જીડીપીમાં 4.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, એમ નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સના સોમવારના ડેટામાં જણાવાયું હતું.
ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં ચીને 3.2 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વર્ષના પ્રથમ નવ મહિનામાં ચીનના અર્થતંત્રમાં અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 0.7 ટકા વધારો થયો હતો. ત્રિમાસિક ધોરણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનના જીડીપીમાં 2.7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.